રાપર: ખાંડેક ગામમાં ડો. આંબેડકર વિશે અભદ્ર લખાણ લખનાર અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરાયો
Rapar, Kutch | Apr 16, 2026 રાપર તાલુકાના ખાંડેક ગામમાં સામાજિક શાંતિ બગાડવાનો નિમ્ન પ્રયાસ પ્રકાશમાં આવ્યો છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર વિશે અત્યંત અભદ્ર અને બિભત્સ ભાષામાં લખાણ લખી બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ રાપર પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.