ભાવનગર: નિષ્કલંક કોળિયાક ખાતે પર પ્રાંતિય શ્રદ્ધાંળુંને પોલીસ કર્મીએ ડૂબતા બચાવી જીવ બચાવી સલામત બહાર કાઢ્યા
નિષ્કલંક મહાદેવ, કોળિયાક ખાતે પરપ્રાંતિય યુવાન પવન કુમાર પ્રકાશ કુમાર રહે. કર્ણાટક વાળા દર્શનાર્થે આવેલ અને દરિયામાં સ્નાન કરવા માટે ગયેલ ત્યારે દરિયાના ઊંડા પાણીમાં જતા ડૂબવા લાગેલ ત્યારે ફરજ પર હાજર પોલીસ સ્ટાફ તેમજ સાગર રક્ષક દળના જવાનો દ્વારા આ યુવાનને બચાવવા માટે દરિયામાં જઈ યુવાનને ડૂબતો બચાવી લીધેલ અને સરાહનીય કામગીરી કરેલ છે.