શહેરા: અણીયાદ ગામ પાસેથી ગેરકાયદે લાકડાં ભરેલ બોલેરો પીકઅપને વનવિભાગે ઝડપી પાડી હતી
શહેરા પરિક્ષેત્ર વન અધિકારીના માર્ગદર્શન હેઠળ ગુણેલી રાઉન્ડ સ્ટાફ દ્વારા અણીયાદ ગામના ભવાની ફળીયા તરફના રોડ ઉપર નાકાબંધી કરતા ત્યાંથી એક બોલેરો પીકઅપ લીલા તાજા પંચરાઉ લાકડા ભરીને પસાર થઈ રહી હતી,તેને રોકી ચાલક પાસે પાસ પરમીટ માંગતા ચાલકે પાસ પરમીટ રજૂ નહિ કરતા લાકડાં ભરેલ બોલેરો પીકઅપને ઝડપી પાડી રૂ.૬ લાખ ૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેરસની કાર્યવાહી હાથ ધરી હતી.