🚨 સુરત: રાજ એમ્પાયર મોલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ!
મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસે આવેલા રાજ એમ્પાયર મોલમાં સુરક્ષાને લઈને સવાલો ઉભા કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં મોલની અંદર આવેલી લિફ્ટના દરવાજા ખુલ્લા જોવા મળી રહ્યા છે, જ્યારે લિફ્ટની આગળ કોઈ બેરિકેડ કે સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી નથી.
જાગૃત નાગરિકે આ દૃશ્યોનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જેના બાદ લોકોમાં સુરક્ષા અંગે ચર્ચા શરૂ થઈ છે.
⚠️ જો વીડિયો સાચો હોય તો સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
#Surat #RajEmpireMall #ViralVideo #Safety #LiftSafety
Udhna, Surat | Aug 12, 2026