ઘોઘંબા: ઘોઘંબા નજીક કાર પલટી, વીજપોલ સાથે અથડાઈ,દામણપુરા પાસે અકસ્માત, સદનસીબે મોટી જાનહાનિ ટળી
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા-દેવગઢ બારિયા માર્ગ પર દામણપુરા ગામ પાસે એક કાર અનિયંત્રિત થઈને પલટી મારી વીજપોલ સાથે અથડાઈ હતી. આ કાર દેવગઢ બારિયાથી વડોદરા તરફ જઈ રહી હતી, જેમાં બે લોકો સવાર હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. જોકે, બંને મુસાફરોએ સીટ બેલ્ટ પહેરેલા હોવાથી તેમને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી અને સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને થોડા સમય માટે વાહનવ્યવહ