હાલોલ: હાલોલના શિવરાજપુર નજીક ડમ્પરે બાઈકને ટક્કર મારતા અક્સ્માત,બાઇક પર સવાર 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ કરુણ મોત
હાલોલના શિવરાજપુર નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બાઈક પર સવાર 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો.પિતા-પુત્ર પૈકી પુત્રના મોતના સમાચાર ગામમાં પહોંચતા નવા ઝાંખરિયા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.