રાપર: રાપર અને હાઇવે પર પોલીસની લાલ આંખ: નિયમો તોડનારા વાહનચાલકોમાં ફફડાટ"
Rapar, Kutch | Apr 25, 2026 માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાના આશયથી પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા હાથ ધરાયેલી આ કડક કાર્યવાહીમાં નિયમભંગ કરનારા તત્વો પાસેથી હજારો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.