દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માંડલીખુટા સ્થિત માલધારી ગૌશાળા ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ધામધૂમથી 'મટકી ફોડ' (દહીં હાંડી) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માંડલીખુંટા ગામના કૃષ્ણભક્તો બાળકો દ્વારા ઉત્સાહભેર મટકી ફોડવામાં આવી હતી, જેમાં ગોવાળિયાઓની ટુકડીઓએ આકર્ષક માનવ મિનારા બનાવીને મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.કાર્યક્રમ દરમિયાન "નંદ ઘેર આનંદ ભયો, જે કનૈયા લાલકી" અને "જય શ્રી કૃષ્ણ" ના નારાઓથી સમગ્ર ગૌશાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું.ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા-અર્ચના, મહાઆરતી તેમજ પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે માંડલીખુટા અને આસપાસના ગ્રામજનો,માલધારી સમાજના શ્રેષ્ઠીઓ તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાળકો હાજર રહ્યા હતા અને ઉત્સવનો આનંદ માણ્યો હતો.
Dohad, Dahod | Sep 4, 2026