હાલોલ: હાલોલનો ગામ બગીચો નવીનીકરણના નામે એક વર્ષથી બંધ,વેકેશનમાં બાળકો જાય ક્યાં, નગરજનોમાં ભારે રોષ
હાલોલ નગરમાં મનોરંજન અને ફરવા માટેના એકમાત્ર સ્થળ સમાન 'ગામ બગીચો' છેલ્લા એક વર્ષથી મરામતના નામે બંધ રહેતા નગરજનોમાં પાલિકાના સત્તાધીશો સામે ભારે આક્રોશ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે. ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું હોવા છતાં બગીચો બંધ હોવાથી "બાળકોએ રમવા ક્યાં જવું?" તેવો મોટો પ્રશ્ન ઊભો થયો છે.