શહેરા: શહેરા તાલુકાના મીઠાલી ગામના ડૉ.મુકેશભાઈ પરમારની પંચમહાલ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરાઈ
હાલમાં પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે,જેમાં શહેરા તાલુકાના મીઠાલી ગામના ડૉ.મુકેશભાઈ ભુપતસિંહ પરમારની પણ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે,જેને લઈને શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત ઉપપ્રમુખ ડૉ.મુકેશભાઈ પરમારનું સ્વાગત કરી ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ તેમને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.