શહેરા: શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પી.એ રણવીર ચૌહાણ દ્વારા શહેરા તાલુકાના કવાલી ગામે ગ્રામસભાનું આયોજન
શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ તેમના પી.એ રણવીરભાઈ ચૌહાણ દ્વારા શહેરા તાલુકાના કવાલી ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં તાલુકા પંચાયત સદસ્ય, ગ્રામ પંચાયત સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ ગ્રામસભા દરમિયાન ગ્રામજનોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી.