‘નારીનું અપમાન સહન નહીં કરાય’ના નારા સાથે દાહોદમાં ભાજપ મહિલા મોરચાનું વિરોધ પ્રદર્શન
દાહોદ શહેરમાં જૂની નગરપાલિકા ચોક ખાતે દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલાઓના સન્માન અને સુરક્ષાના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મહિલા મોરચાની કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં એકત્રિત થઈ મહિલાઓ સામે થતા અન્યાય અને અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.
વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરોએ ‘નારીનું અપમાન, સહન નહીં કરાય’ અને ‘મહિલા સન્માન જાળવો’ સહિતના સૂત્રોચ્ચાર કરીને નારી શક્તિના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ તેમજ વિવિધ વોર્ડ અને તાલુકા કક્ષાના હોદ્દેદારો અને મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા મોરચા દ્વારા વિપક્ષી નેતાઓ અથવા અસામાજિક તત્વો દ્વારા મહિલાઓ પ્રત્યે કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયેલી અશોભનીય ટિપ્પણીઓ અને