મોરવા હડફ: મોરવા હડફના મોરા ગામે રૂ.30 લાખના ખર્ચે નિર્માણ થનાર નવીન લાઇબ્રેરીના ખાત મુહૂર્ત ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે કરાયુ
મોરવા હડફ તાલુકાના મોરા ગામે તા.31 માર્ચ મંગળવારના રોજ રૂ.30 લાખના ખર્ચે નિર્માણ થનાર નવીન લાઇબ્રેરીના ખાત મુહૂર્તનો કાર્યક્રમ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે યોજાયો હતો જ્યારે આ લાઇબ્રેરીથી ગામના વિદ્યાર્થીઓ અને યુવાનોને અભ્યાસ માટે ઉત્તમ સુવિધાઓ મળશે અને જ્ઞાન વિકાસને વધુ પ્રોત્સાહન મળશે