કાલોલ: ખડકી હનુમાનજી મંદિર ખાતે સેવા સંકલ્પ બાઇક યાત્રાનું ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનસેવા અને રાષ્ટ્રસેવાના કાર્યને સમર્પિત વિશેષ બાઇક યાત્રાનો શરૂઆત પાવાગઢ ખાતેથી કરવામાં આવી છે.જે કાલોલ તાલુકાના ખડકી હનુમાનજી મંદિર ખાતે આવી પહોંચતા પાવાગઢથી વડનગર અને ત્યારબાદ વારાણસી સુધીની વિશેષ બાઇક યાત્રાનું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.પંચમહાલ જિલ્લામાં હાલોલ, મધવાસ ચોકડી અને કાલોલ થઈ ખડકી હનુમાનજી મંદિર ખાતે પહોંચેલી યાત્રાનું યુવા મોરચાના કાર્યકરો દ્વારા સ્વાગત.