જેસર: 30 સપ્ટેમ્બરે જેસર તાલુકામાં ખેડૂત સંમેલન, સિંહ-દીપડાના વધતા રંજાડ સહિતના પ્રશ્નો અંગે થશે ચર્ચા
30 સપ્ટેમ્બરે જેસર તાલુકામાં ખેડૂત સંમેલન, સિંહ-દીપડાના વધતા રંજાડ સહિતના પ્રશ્નો અંગે થશે ચર્ચા જેસર તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા આગામી 30 સપ્ટેમ્બરના રોજ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ અને પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવનાર છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓના રંજાડથી ખેડૂતો અને પશુપાલકોને પડતી મુશ્કેલીઓ, ખેતરોમાં કામ કરતા