ખંભાત: રામનવમી પર્વ નિમિત્તે ખંભાત શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાઈ.
Khambhat, Anand | Mar 25, 2026 ખંભાતમાં શહેરમાં રામનવમી પર્વને પગલે શોભાયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજાઈ હતી.ખંભાતમાં રામનવમી પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા ખાસ અપીલ કરાઈ છે..મહત્વનું છે કે, પોલીસ દ્વારા તમામ માર્ગો પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે.કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે. ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક, પી. આઈ, પી.એસ. આઈ સહીત પોલીસ જવાનો જોડાયા હતા.