રાજકોટમાં દારૂ પાર્ટી કરનારા 35 અને હોટલના 3 સ્ટાફ સામે ગુનો નોંધાયો
રાજકોટની સરાઝા હોટલમાં દારૂની મહેફિલ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. DCP રાકેશ દેસાઈના જણાવ્યા મુજબ, કુલ 38 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં દારૂ પાર્ટી કરનારા 35 લોકો અને હોટલના 3 સ્ટાફનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન 96થી 97 લોકોનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. DCPના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં કોઈ પણ મહિલાએ નશો કર્યો હોવાનું સામે આવ્યું નથી.