હાલોલ: હાલોલ ટાઉન પોલીસે MGM સ્કૂલની બાજુમા આવેલ ખુલ્લી જગ્યામાંથી સ્ક્રોપિયો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
હાલોલ-ગોધરા રોડ ઉપર MGM હાઇસ્કૂલ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરાયેલ સ્કોર્પિયો કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ મામલે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી સ્કોર્પિયો કારના માલિક અને ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલોલ ટાઉન પોલીસની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.