હાલોલ: પાવાગઢ દર્શન માટે આવેલા ત્રણ મિત્રોને નડ્યો અકસ્માત,ત્રણેયને પહોચી ગંભીર ઈંજાઓ
વડોદરાના વુડા મકાન પાસે રહેતા ત્રણ મિત્રો તા.૧ મે શુક્રવારના રોજ પાવાગઢ દર્શન માટે આવવા નીકળ્યા હતા. દરમિયાન પાવાગઢ તળેટીમાં આવેલ સત્ય વિજય હનુમાનજી મંદિર પાસે અચાનક રોડ પર કપિરાજ આવી જતા બાઈક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો.જેના કારણે ત્રણેય મિત્રો બાઈક સાથે રોડ પર પટકાતા ઇજાઓ પહોંચતા હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી