હાલોલ: હાલોલ રૂરલ પોલીસે જાંબુડી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
હાલોલ રૂરલ પોલીસે જાંબુડી ગામે નવાડ ફળિયામા રહેતા વિશાલકુમાર રાઠવા તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે બાતમી વાળા ઘરે છાપો મારતા વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 67 જેની કિંમત 8800 રૂ.નો મુદામાલ સાથે વિશાલકુમાર રાઠવાને ઝડપી પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે