રાપર: કિડીયાનગરમાં 3 જુગારી પકડાયા, એક ફરાર
Rapar, Kutch | Apr 14, 2026 ગાગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે કિડીયાનગર ગામના પ્લોટ વિસ્તારમાં આવેલી બાવળોની ઝાડીમાં દરોડો પાડયો હતો. પોલીસને જોતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થળ પરથી પોલીસ દ્વારા મેરાભાઈ પાંચાભાઈ ભરવાડ, રમેશ રણમલભાઇ પરમાર અને છગનભાઈ માંડણભાઇ ચાવડા નામના ત્રણ શખ્સોને પકડયા હતા, જ્યારે દીપક રમેશભાઈ વાઘેલા નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી અને જુગારના પટમાંથી કુલ રૂ.12,000ની રોકડ રકમ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.