હાલોલ: પાવાગઢ બાયપાસ રોડ પર આવેલ હેરિટેજ હોટલ પાસે બાઈક ચાલકને આઇશર ટેમ્પો ચાલકે અડફેટમાં લેતા સર્જાયો અકસ્માત
ભાણપુરા ગામના રહેવાસી મહેન્દ્રભાઈ મકવાણા પોતાના સાથી મિત્ર સાથે ભાનપુરા ખાતેથી પોતાની બાઇક લઈ વડોદરા ખાતે કપડાની ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા દરમ્યાન પાવાગઢ રોડ પર આવેલ હોટલ હેરિટેજ પાસે એક આઇશર ટેમ્પો ચાલકે બાઈક પર જઈ રહેલા મહેન્દ્રભાઈની બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત ચાલકને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી અને સાથી મિત્રને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી હતી