અમદાવાદના બાવળામાં રિફ્લો ઓવનના પ્લાન્ટનો પ્રારંભ || ભારતનો પ્રથમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ
ગુજરાત હવે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વિશ્વના નકશા પર પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બાદ હવે બાવળાના ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે દેશનો સૌપ્રથમ રિફ્લો ઓવન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ થયો છે. વિશ્વની અગ્રણી કંપની હેલર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ક.ની ભારતીય પેટાકંપની હેલર થર્મલ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડે NMTronicsના સહયોગથી આ પ્લાન્ટ શરૂ કર્યો છે. આ સાથે ગુજરાત દેશમાં રિફ્લો ઓવનનું ઉત્પાદન કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વાહનો, AI સર્વર અને સેમિકન્ડક્ટર પેકેજિંગમાં ઉપયોગી રિફ્લો ઓવન હવે ભારતમાં જ બનશે. અત્યાર સુધી વિદેશમાંથી આયાત થતા આ મશીનોનું ઉત્પાદન હવે ગુજરાતમાં થશે. એટલું જ નહીં, આગામી ડિસેમ્બરથી અમેરિકા, યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયાના બજારોમાં પણ તેની નિકાસ શરૂ કરવાની તૈયારી છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને ભારતના આત્મનિર્ભર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
#Gujarat #Ahmedabad #Bavla #Sanand #GujaratNews #GujaratiNews #BreakingNews #Semiconductor #SemiconductorRevolution #SemiconductorIndia #SemiconductorGujarat #ElectronicsManufacturing #MakeInIndia #AtmanirbharBharat #VocalForLocal #DigitalIndia #HellerIndustries #HellerThermalSystems #NMTtronics #ReflowOven #PCB #PCBManufacturing #ChipManufacturing #ChipTechnology #ElectronicsIndustry #electronicsnews