વધુ વાંચો ➠ સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર નજીક ગત મોડી રાત્રે અઢી વાગ્યે કલેક્ટર તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અચાનક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત રેવન્યુ વિભાગ દ્વારા અગાઉ ખરીદ કરવામાં આવેલી મિલકતો ખાલી કરાવવા માટે આ કાર્યવાહી કરાઈ હોવાનો તંત્રએ દાવો કર્યો છે. આ કામગીરી દરમિયાન ચાર દુકાનો, એક રહેણાંક મકાન અને એક ધાર્મિક જગ્યા પર બુલડોઝર ફેરવી દેવાતાં સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે.
#our_sutrapada #girsomnath #liveupdate #somnath #demolition