ચુડા: ચુડા તાલુકા ના જોબાળા ગામે મંદિર વાળી શેરી મા જાહેરમાં ગંજીપત્તા નો જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા મુદામાલ કબ્જે કર્યો
ચુડા તાલુકા ના જોબાળા ગામે ઠાકર મંદિર પાસે શેરીમાં જાહેરમાં ગંજીપતાનો પૈસા ની હારજીત નો જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન દરોડો પાડી જુગાર રમી રહેલા 9 શખ્સો ને ઝડપી પાડયા હતા અને જુગારના પટમાંથી રોકડ રકમ રૂ 43,440 રોકડા તથા મોબાઇલ ફોન નંગ 6 કિંમત રૂ. 25,000 એમ કુલ મળી કિંમત રૂ. 68940 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ ચુડા પોલીસે હાથ ધરી છે.