શહેરા: ભોટવા ગામના વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવતા લક્ષ્મણસિંહ બારીઆ નિવૃત્ત થઈ શહેરા પહોંચતા સન્માન યાત્રા નીકળી હતી
શહેરા તાલુકાના ભોટવા ગામના વતની અને ભારતીય સેનામાં છેલ્લા ૩૪ વર્ષથી ફરજ બજાવતા લક્ષ્મણસિંહ બારીઆ તા.૩૦ એપ્રિલના રોજ નિવૃત્ત થયા બાદ આજે પોતાના માદરે વતનમાં આવી પહોંચ્યા હતા,જ્યાં પરિવારજનો અને ગ્રામજનોએ ફૂલોની વર્ષા કરી નિવૃત્ત લક્ષ્મણસિંહને ફૂલહાર પહેરાવી ઉત્સાહભેર ભવ્ય સ્વાગત કરાયું હતું.