ધરમપુરના મધુરી ગામમાં ઘાસચારો લેવા ગયેલા વૃદ્ધ પર દીપડાનો હિંસક હુમલો, ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. ધરમપુરના મધુરી ગામે પશુઓ માટે ઘાસચારો લેવા ગયેલા એક વૃદ્ધ પર દીપડાએ ઓચિંતો અને હિંસક હુમલો કર્યો છે. દીપડાના આ હુમલામાં વૃદ્ધ લોહીલુહાણ થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વન્યજીવના આ હુમલાને પગલે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે..
ધરમપુર તાલુકાના મધુરી ગામના મંદિર ફળિયામાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધ હરિભાઈ લક્ષ્મણભાઈ પવાર સવારના સમયે મધુરી ગામના વણઝારી વિસ્તારમાં પશુઓ માટે ઘાસચારો કાપવા ગયા હતા. આ દરમિયાન અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા એક હિંસક દીપડાએ તેમના પર જીવલેણ હુમલો કરી દીધો હતો..દીપડાએ વૃદ્ધના કાનના ભાગે, મોઢા પર તેમજ શરીરના અન્ય ભાગો પર પંજા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અચાનક થયેલા આ હુમલાથી ગભરાયેલા વૃદ્ધે જીવ બચાવવા માટે બુમાબ�
Valsad, Valsad | Jun 18, 2026