હાલોલ: કુદરતના અદ્ભુત નજારા વચ્ચે ભક્તિનો માહોલ, પાવાગઢ ડુંગર વાદળોની ફોજમાં લપેટાયો,ગાઢ ધુમ્મસ વચ્ચે ભક્તોએ કર્યા દર્શન
ચોમાસાની ઋતુ જામતા જ યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. આજે પાવાગઢ ડુંગર જાણે વાદળોની ફોજમાં લપેટાઈ ગયો હોય તેવો અદ્ભુત અને મનોહર નજારો જોવા મળ્યો હતો. ચારેય તરફ છવાયેલા ગાઢ ધુમ્મસ અને વરસાદી માહોલ વચ્ચે આજે હજારો માઇભક્તોએ ડુંગર ચઢીને કાલિકા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.