હાલોલ: હાલોલના ગાયત્રી નગરમાં લગ્નના વરઘોડામાં બાઈકનો હોર્ન વગાડતા યુવક પર હુમલો, યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયો
હાલોલના ગાયત્રી નગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિર પાસે લગ્નના વરઘોડા દરમિયાન એક યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે.હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત યુવકે હાલોલ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.