હાલોલ: પીએમ પરીખ જનરલ હોસ્પિટલ ખાતે નિષ્ણાત ફિઝિશિયન ડોક્ટરની નિમણૂક,પ્રથમ દિવસે દર્દીઓનું તદ્દન મફત નિદાન કરાશે
હાલોલ બસ સ્ટેન્ડની સામે આવેલ પી.એમ. પરીખ જનરલ હોસ્પિટલ ખાતે લાંબા સમયથી ખાલી પડેલી ફિઝિશિયન ડોક્ટરની જગ્યા પર નવી નિયુક્તિ કરાતા હાલોલ નગર સહિત સમગ્ર તાલુકાની જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.હાલોલ બસ સ્ટેન્ડ સામે શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પ્રશંસનીય આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે.