હાલોલ: હાલોલ તાલુકાના પાટિયાના મુવાડા ગામે વીજ કરંટ લાગવાથી બે યુવકોના કરુણ મોત નીપજયા, વિસ્તારમા અરેરાટી ફેલાઈ
હાલોલના પાટિયાના મુવાડા ગામે આજે ગુરુવારના રોજ વીજ કરંટ લાગવાની દુર્ઘટનામાં બે યુવકોના મોત નિપજતાં વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.એક યુવકને કરંટ લાગ્યા બાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, ત્યાર બાદ એ જ સ્થળે અન્ય એક યુવકને પણ કરંટ લાગતા તેને પણ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન બંને યુવકોના મોત નિપજ્યા હતા.બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે પરિવારજનોના નિવેદન આધારે વધુ તપાસ હાથ ધરી છે.