દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના વાડોદર ગામે મંદિર ફળિયાના યુવકે ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું
દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગામના ૪૩ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર આંબાના ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગામના મંદિર ફળિયામાં રહેતા ૪૩ શંકરભાઈ લક્ષ્મણભાઈ બારીયાએ કોઈ અગમ્ય કારણોસર પરમદિવસ તારીખ ૧૦-૬-૨૦૨૬ ના રોજ રાત્રિના સાડા બાર વાગ્યાથી સવારમાં સાત વાગ્યા સુધીના છના સમયગાળામાં કોઈપણ વખતે પોતાના જ ગામના ખેડી ફળિયામાં ખેતરમાં આવેલ આંબાના ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવતર ટુંકાવી લીધું હતું.
આ સંબંધે વાડોદર ગામના મંદિર ફળિયામાં રહેતા મરણજનાર શંકરભાઈ બારીયાના મોટાભાઈ મંગળસિંહ લક્ષ્મણભાઈ બારીયા એ પીપલોદ પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતાં પોલીસે આ સંદર્ભે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગ�
Dohad, Dahod | Jun 12, 2026