રાપર: નાંદેલાવાંઢમાં નદી કાંઠે ચાલતી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, દેશી બનાવટની બંદૂક સાથે શખ્સ ઝડપાયો
Rapar, Kutch | Apr 6, 2026 સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીના અનુસંધાને પૂર્વ કચ્છ ગાંધીધામ વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર, પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ ડામવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આડેસર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે નાંદેલાવાંઢ સીમ વિસ્તારમાં દરોડો પાડી એક શખ્સને ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ઝડપી પાડ્યો છે.બાતમીના આધારે પોલીસે તુરંત રેડ કરતા ત્યાંથી દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો.