રાપર: રાપરના ખીરાઈ પાસે છોટા હાથી પલટી જતા અકસ્માત સર્જાયો,એકનું મોત
Rapar, Kutch | Apr 6, 2026 રાપર તાલુકાના ખીરાઈ ગામ પાસે ગત રવિવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલા એક છોટા હાથી વાહનના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું, જેમાં સવાર એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.