હાલોલ: હાલોલ વડાતળાવ બાયપાસ રોડ પર બાઇક સ્લિપ થતાં સર્જાયો અક્સ્માત,યુવક ગંભીર રીતે ઘાયલ, વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયો
હાલોલના વડા તળાવ બાયપાસ રોડ પર તા.4 જૂન ગુરુવારના રોજ એક ગમખ્વાર બાઇક અકસ્માત સર્જાયો હતો. કાલોલથી પોતાના ઘરે પરત ફરી રહેલા બે યુવકોની બાઇક અચાનક સ્લિપ થઈ જતાં આ ઘટના બની હતી. અકસ્માતમાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો છે.