હાલોલ: હાલોલ કોર્ટમા સોગંદનામાવાળી અરજીમાં છેડછાડ કરવાના ગંભીર મામલે વકીલ સામે પોલીસ ફરિયાદ
હાલોલ ખાતે આવેલી એડીશનલ સેશન્સ કોર્ટમાં સોગંદનામાવાળી અરજીમાં છેડછાડ કરવાના ગંભીર મામલે કાનૂની વર્તુળોમાં ભારે ચકચાર મચી છે.સેશન્સ કોર્ટમાં ફરજ બજાવતા ડેપ્યુટી રજીસ્ટ્રાર સૈયદ મુન્તસીરઅલી ઝાહીદઅલીએ પ્રેક્ટિસિંગ વકીલ કે.ડી. ઠક્કર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.