માંડવી: મોટા ભાડિયાની ખીમશ્રી ગઢવીએ રાજ્યકક્ષાની શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડન હેટ્રિક નોંધાવી
Mandvi, Kutch | Jul 12, 2026 માંડવી તાલુકા ના મોટા ભાડિયાની પિસ્તોલ શૂટર ખીમશ્રી પબુભાઈ ગઢવી (ગેલવા)એ અમદાવાદમાં યોજાયેલી રાજ્યકક્ષાની શૂટિંગ સ્પર્ધામાં 10, 25 અને 50 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં સતત ત્રણ સુવર્ણચંદ્રક જીતી ગોલ્ડન હેટ્રિક નોંધાવી. તેઓ અગાઉ પણ દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી સ્પર્ધાઓમાં અનેક ગોલ્ડ સહિત ચંદ્રકો જીતી ચૂક્યા છે. તેમની આ સિદ્ધિ બદલ ચારણ સમાજના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા.