દિવાળી પર્વે વતન જવા શ્રમિકોનો ધસારો, વાપી રેલવે સ્ટેશન પર માનવમહેરામણ
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વલસાડ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો હવે પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. વાપી અને ઉમરગામ GIDCમાં કામ કરતા ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકો પરિવારજનો સાથે દિવાળીનો તહેવાર મનાવવા મોટી સંખ્યામાં વતન જવા નીકળ્યા છે.