વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભિલાડ RTO ચેકપોસ્ટ પાસે ટ્રક ડ્રાઈવર પર છરીથી હુમલો કરી લૂંટ કરવાના કેસમાં પોલીસે પાંચ આરોપીઓને પકડ્યા છે. તેમાં ચાર યુવક અને એક સગીરનો સમાવેશ થાય છે. LCBએ ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી રૂ. 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.