કાલોલ: કાલોલ તાલુકાના ડેરોલ ગામે સ્થિત શ્રી ચામુંડા માતાજીના મંદિરે પ્રથમ નવરાત્રીએ ધ્વજારોહણ ઉત્સવ ઉજવાયો; મોટી સંખ્યામાં ભક્ત
આજરોજ પવિત્ર નવરાત્રી પર્વના પ્રથમ દિવસે કાલોલ તાલુકાના પ્રખ્યાત 'ટેમ્પલ ટાઉન' તરીકે ઓળખાતા ડેરોલ ગામ ખાતે આવેલા શ્રી ચામુંડા માતાજીના મંદિરે ભવ્ય ધ્વજારોહણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નવલા નોરતાના પ્રારંભ સાથે જ માતાજીની આરાધના અર્થે મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.