માંડવી: માંડવીમાં ભાજપનો ક્લીન સ્વીપ: ચૂંટણી ઇન્ચાર્જ નરેન્દ્રભાઈ પીઠડીયાની પ્રતિનિધિઓને ટકોર
Mandvi, Kutch | Apr 28, 2026 માંડવી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. 36 માંથી 36 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બનતા પાર્ટીમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. માંડવી ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ નરેન્દ્રભાઈ પીઠડીયાએ આ ભવ્ય જીત બદલ મતદારોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને જનસેવામાં સમર્પિત રહીને કામ કરવા ટકોર કરી હતી.તેમણે જણાવ્યું હતું કે લોકોના વિશ્વાસને જાળવી રાખવો હવે સૌથી મોટી જવાબદારી છે અને દરેક પ્રતિનિધિએ વિકાસકાર્યોને