શિનોર: ગોલવાડના અંબાજી મંદિરે રવિવારથી 10 દિવસ માટે દશામાતાની સ્થાપના કરાઇ
અષાઢી અમાસના પવિત્ર દિવસથી દશામાતા વ્રતનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે સીનોરના પ્રખ્યાત ગોલવાડના અંબાજી મંદિર મા દશામાતાના મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અહીંયા સામુહિક મહિલા તેમજ પુરુષો એક સાથે એક સમયે મા દશામાતાના વ્રતની વિધિ વિધાનથી પૂજા અર્ચના અને આરતી કરી શકે તે માટે સ્થાપના કરવામાં આવી છે તાલુકા સહિત પંથકના લોકો ખૂબ જ શ્રદ્ધા ભાવ સાથે આ મંદિરે આવતા હોય છે દસ દિવસ સુધી માતાજીની સ્થાપના કરી માટીની પ્રતીમાને જળમાં પધરાવી દેવામાં આવશે