શિનોર: મા દશામા ના ભક્ત દ્વારા દશા માતાની 201 મૂર્તિઓનું વિના મૂલ્ય વિતરણ
અષાઢી અમાસથી તન મન અને ધન સાથે શ્રદ્ધા ભાવ સાથે ખૂબ જ ધામધૂમથી માં દશા માતાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે તેવામાં દશા માતાની મૂર્તિ ગરીબમાં ગરીબ વ્યક્તિ મેળવી શકે અને વ્રતની ઉજવણી કરી શકે તે માટે સિનોરના માછી રાહુલભાઈ રાના ,રવિભાઈ,આકાશભાઈ રાના વિમલભાઈ પંચાલ દ્વારા બે થી ત્રણ ફૂટ ની ઊંચાઈ ધરાવતી 201 મૂર્તિ વિનામૂલ્ય જરૂરિયાતમંદ શ્રદ્ધાળુઓને વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે શિનોર એપીએમસી ચેરમેન સચિનભાઈ તથા ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી હાજર રહ્યા હતા