શિનોર: અવાખલ ગામે અજાણ્યા બાઈક ની ટક્કરે એક સ્વાનને પગમાં ફ્રેકચર થતાં સ્વાનને પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધી સારવાર અપાઇ.
અવાખલ થી સાધલી જવાના મુખ્ય માર્ગ પર આવેલ ગાડી રીપેરીંગ ની ગેરેજની સામે આજે બપોરે કોઈ અજાણ્યો બાઈક ચાલક એક સ્વાન ને ટક્કર મારી ત્યાંથી નાસી ગયો હતો.જેમાં સ્વાનને જમણા પગે ફ્રેકચર થયું હતું.જે અંગેની જાણ મયંકભાઈ પટેલ દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઇ હતી.જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્વાનના પગમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો પાંટો બાંધી તેને વધુ સારવાર માટે શિનોર વન વિભાગને સોંપાયો હતો.