શિનોર: શિનોર રેલવે ગળનાળા નીચે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો બે કિલોમીટર દૂર ફરીને જવા મજબૂર બન્યા.
આજે શિનોર પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.જેના પગલે ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો.વરસાદને પગલે ફરી એકવાર શિનોર રેલવે ગળનાળા નીચે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા.જેના કારણે વાહન ચાલકો ને આશરે બે કિલોમીટર દૂર ફરીને જવાની નોબત આવી હતી.અવાર નવાર શિનોર રેલવે ગળનાળા નીચે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે.છતાં જવાબદાર તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતાં સ્થાનિક વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.