શિનોર: મોટાકરાળા ગામે આંક ફરક ના આંકડા લખી વરલી મટકાનો જુગાર રમાડતો એક ઇસમ ઝડપાયો
Sinor, Vadodara | Jul 31, 2024 શિનોર પોલીસ સ્ટાફના માણસો આજે સાંજે સેગવા બીટ વિસ્તારમાં પેટ્રોલીંગ માટે નીકળેલા હતાં.તે દરમિયાન બાતમીદાર થી બાતમી હકીકત મળી હતી કે મોટાકરાળા ગામે એક ઇસમ ખુલ્લી જગ્યામાં બેસી આવતાં જતાં લોકો પાસેથી પૈસા ઉઘરાવી આંક ફરક ના આંકડા લખી વરલી મટકાનો જુગાર રમી રમાડે છે.જે અંગેની મળેલી બાતમીના આધારે શિનોર પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી સ્થળ પરથી એક ઈસમને ઝડપી પાડયો હતો.ઈસમ સામે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધાયો.