હાલોલ: હાલોલના મસવાડ ગામની સરકારી શાળામાં ગંભીર બેદરકારી,નિયત સમય કરતાં દોઢ કલાક વહેલી તાળાબંધી
હાલોલના મસવાડ ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા બપોરની પાળી નિયત સમય કરતાં દોઢ કલાક વહેલી બંધ કરી દેવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે,જેને કારણે ગ્રામ્ય વિસ્તારના ગરીબ બાળકોના શિક્ષણ પર સીધી નકારાત્મક અસર પડી રહી છે