હાલોલ: પાવાગઢમાં અદ્ભુત નજારો,વરસાદી માહોલ વચ્ચે ડુંગર પર ખળખળ વહ્યા ઝરણાં,ભક્તો થયા ભાવવિભોર
પાવાગઢ ડુંગર પર કુદરત મન મૂકીને વરસી છે. પાવાગઢ અને આસપાસના પંથકમાં જામેલા જોરદાર વરસાદી માહોલને કારણે સમગ્ર ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.પાવાગઢ ડુંગર ઉપર તા.1 જુલાઈ બુધવારના રોજ ધોધમાર વરસાદ વરસવાને કારણે માતાજીના મંદિર તરફ જતા પથ્થરના પગથિયાં પર પાણીની મોટી સરવાણીઓ વહેતી થઈ હતી