લખપત: લખપતમાં ચૂંટણીના ફોર્મ ભરવા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ
Lakhpat, Kutch | Apr 11, 2026 લખપતમાં ચૂંટણીના ફોર્મ ભરવા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ કચ્છના સરહદી લખપત તાલુકામાં આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં ઉમેદવારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે વાજતે-ગાજતે રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી રહ્યા છે