વર્ષ 2026 માં લીંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર દ્વારા લાખોની લાંચ લેવાનો મામલો,
લાખોની લાંચ કેસમાં ફરાર કથિત પત્રકાર ની acb દ્વારા ધરપકડ
આરોપી મોહમ્મદ ઇસ્લામ ઉર્ફ ઇસ્માઇલ ઉર્ફે જમીલખાન પઠાણ ની ધરપકડ
સુરત ACB સમક્ષ હાજર થતાં કરી ધરપકડ
20 ફેબ્રુઆરી 2026 ના રોજ acb દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો
લિંબાયત ઝોન ના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા દ્વારા
ફરિયાદી પાસે લાખોની લાંચ માંગવામાં આવી હતી,
જે લાંચની રકમ કથિત પત્રકારને આપવા જણાવ્યું હતું,
ફરિયાદીએ એસીબી નો સંપર્ક કર્યો હતો,
જે બાદ છટકું ગોઠવવામાં આવ્યું હતું,
કથિત પત્રકારે પોતાની ઓફિસમાં લાંચ ની રકમ લઇ આવવા જણાવ્યું હતું
Acb એ ફરિયાદીને સાથે રાખી છટકું ગોઠવતા કથિત પત્રકારને ગંધ આવી ગઈ હતી,
જે બાદ લાખોની લાંચ ની રકમ લઈ ફરાર થઈ ગયો હતો,
જ્યારે વિપુલ ગણેશ વાલા પણ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો
જે બાદ વિપુલ ગણેશ વાલાની ધરપકડ કરવામાં આવી હતી,
જ્યારે કથિત પત્રકાર acb ની પકડથી ફરાર હતો
આજે એસીબી સમક્ષ હાજર
Udhna, Surat | Jul 16, 2026